PAT TEST PUNAH KASOTI SOCIAL SCIENCE STD 7


સામાજિક વિજ્ઞાન
પુન:કસોટી                                                                                  ધોરણ :- 7
________________________________________________________________________________
અ.નિ.    મધ્યકાલીન ગુજરાતના શાસકો, તેમની શાસન વ્યવસ્થા તેમજ તે સમયના સ્થાપત્યો અને સાહિત્ય વિશે જણાવી શકશે. (1.7.7)
પ્રશ્ન : 1 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો.
(1)  રાજમાતા મીનળદેવી સાથે નીચેની કઈ બાબત સંકળાયેલ નથી.
(અ) તે પ્રજાવત્સલ રાજમાતા હતા.                           (બ) તેમણે રાજ્યમાંથી યાત્રાવેરો નાબૂદ કર્યો.
(ક) તે પ્રજાના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા.       (ડ) તેમણે રાણીની વાવ બનાવી હતી.
(2)  કુમારપાળનાં શાસન સમયે અણહિલવાડ પાટણમાં અહિંસા, લક્ષ્મી અને _______________નો ત્રીવેણી સંગમ થયો હતો.
(અ) સરસ્વતી      (બ) સાબરમતી    (ક) નર્મદા           (ડ) તાપી
(3)  પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?
(અ) બાંધણી        (બ) કાંજીવરમ                 (ક) પટોળુ           (ડ) બનારસી

પ્રશ્ન : 2 ખાલીજગ્યા પૂરો.
(1)  રાણીની વાવ રાણી _______________ એ બંધાવી હતી.
(2)  સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ____________ હતું.
(3)  હેમચંદ્રાચાર્યે _______________ નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી.
(4)  વનરાજના પિતાનું નામ _______________ હતું.

પ્રશ્ન : 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
(1)  કરણદેવ વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.
(2)  રાણીની વાવ પાટણમાં આવેલી છે.
(3)  મંડલનો પેટાવિભાગ પંથક કહેવાતો.

પ્રશ્ન : 4 નીચેના જોડકા જોડો.
                                    (અ)                                                      (બ)
(1) દ્વારકા                                             - રાણી નાયકાદેવી
(2) આબુ                                               - કલિકાલ સર્વજ્ઞ
(3) રાણીની વાવ                                      - વિમલસિંહ મંદિર
(4) સિદ્ધહેમ શબ્દાનુશાસન                       - રાણી ઉદયમતિ
(5) હેમચંદ્રાચાર્ય                                       - હેમચંદ્રાચાર્ય
- વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ
પ્રશ્ન : 5 (અ) નીચાના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.
(1)  ગુજરાતનાં કીર્તિતોરણોમાં કયા સ્થળનું કીર્તિતોરણ પ્રસિદ્ધ છે?
(2)  અમદાવાદ શહેર કોણે અને ક્યારે વસાવ્યુ હતું ?
(બ) નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો.
(1)  અણહિલવાડ પાટણમાંથી રાજપૂત શાસન ક્યારે પૂરું થયું ?
(2)  મધ્યયુગ દરમિયાન ગુજરાતની કઈ કલાકૃતિઓ ભારતનાં સ્થાપત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે ?

           
CLICK HERE TO DOWNLOAD PDF

Comments